CATEGORY

મારો જીલ્લો-જામનગર જીલ્લો

જીલ્લા વિષે


                જામનગરના તોરણો જામ રાવલજીએ આજથી લગભગ ઇ. સ. ૧પ૧૯ માં બાંઘ્યા હોવાનું ઇતિહાસકારો કહે છે. કચ્છમાંથી આવેલા જાડેજા કુળના ક્ષત્રિયોએ કચ્છના કિનારેથી નાનું રણ ઓળંગીને સેના સાથે આવી અહીંના જેઠવા, દેદા, ચાવડા અને વાઢેર શાખાના રાજપૂતોને હરાવીને નવાનગર રાજની સ્થાપના કરી હતી. આ પ્રદેશનું નામ જાડેજા શાખાના મુળ પુરૂષ ગાજનના પુત્ર હાલાજીના નામ ઉપરથી હાલાર પડાયું હતું અને તારથી આ પંથક હાલાર તરીકે ઓળખવામાં આવે છે..જામનગર જિલ્લો ભારત નાં ગુજરાત રાજ્ય માં આવેલો છે. જામનગર આ જિલ્લાનું મુખ્ય શહેર, વહીવટી મથક અને મહાનગર પાલિકા છે. મહારાજા કુમાર શ્રી રણજીતસિંહજીના સમયમાં આ જિલ્લો 'નવાનગર' ના નામે જાણીતો હતો. જામનગર જિલ્લો કચ્છના અખાતમાં સહેજ દક્ષિણે આવેલો છે. રિલાયન્સ ઈન્ડસ્ટીઝ - ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપનીએ જામનગર જિલ્લાની નજીક મોટી ખાવડી ગામે વિશ્વની સૌથી મોટી રિફાયનરી સ્થાપ્યા બાદ જામનગરનુ મહત્વ વધ્યુ છે. આ ઉપરાંત એસ્સાર ઓઈલ, બીજી એક મહત્વની ઓઈલ રિફાયનરી પણ આ જિલ્લામાં આવેલી છે. આ ઉપરાંત જામનગરનું નામ પિતળની વસ્તુઓ બનાવવામાં વિશ્વ પ્રસિદ્ધ છે. અહીંનો પિત્તળ ઉદ્યોગ ઇસ. ૧૯૬૦થી શરુ થયો છે. જામનગર જિલ્લામાં પિત્તળનાં અસંખ્ય કારખાનાઓ પણ આવેલા છે જેમાં ઉત્પાદન થતી વસ્તુઓ ભારતના અન્ય રાજ્યો ઉપરાંત વિદેશમાં પણ વેચાન અર્થે જાય છે. આ ઉપરાંત જામનગર જિલ્લામાં પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા આવેલુ છે જેમા ભગવાન શ્રી દ્વારકાધીશજીનુ મંદિર છે.
Head Quarters : Jamnagar
 Language : Gujarati and Hindi, Kachchi
 Area: 14125 sq. km
 Population : 2159130
Sex Ratio : 938
Density : 153/ sq. km
 Literacy : 74.4
Elevation / Altitude: 84 - 101 meters. Above Seal level
 District Pin code Index: 360XXX,361XXX,363XXX
 Vehicle Registration Number: GJ-10
RTO Office: Jamnagar .