CATEGORY

મારૂ ગામ-ફેમસ ફતેપુર

       ફતેપુર (તા. ભાણવડ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા ભાણવડ તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. ફતેપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી,ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉંજીરુમગફળીતલબાજરીચણાકપાસદિવેલારજકો તેમ જ અન્યશાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળાપંચાયતઘરઆંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.મારા ગામમાં આહિર,સગર,ભરવાડ અને દેવિપુજક લોકો રહે છે . મારા ગામનાં લોકોનો વ્યવસાય ખેતી છે. આ સિવાય મારા ગામમાં આહિર સમાજ્નું નિર્માણ થઇ રહ્યુ છે. ફતેપુર પાસેથી રેલ્વે લાઇન પસાર થાય છે. આ ઉપરાંત ફતેપુરમાં ઘણી બધી સુવિધાઓ આવેલી છે. ૨૪ કલાક જ્યોતિગ્રામ યોજનાનો લાભ પણ મળે છે. આમ બધા લોકો હળીમળીને રહે છે. વાસ્મો યોજના હેઠળ પાણીની સુવિધા માટે ઘરે ઘરે નળ કનેક્શન પણ છે.


અક્ષાંશ-રેખાંશ૨૧°૫૬′૦૦″N ૬૯°૪૭′૦૦″E
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોજામનગર
તાલુકોભાણવડ


અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્રઆઇએસટી (+૦૫:૩૦)
સગવડોપ્રાથમિક શાળાપંચાયતઘર,આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાયખેતીખેતમજૂરીપશુપાલન
મુખ્ય ખેતપેદાશઘઉંજીરુમગફળીતલબાજરી,
ચણાકપાસદિવેલા,
રજકો તેમ જ અન્ય શાકભાજી