CATEGORY

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકમાં ૧૭ વર્ગ વધારાને ઉચ્ચ શિક્ષણની મંજૂરી.

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકમાં ૧૭ વર્ગ વધારાને ઉચ્ચ શિક્ષણની મંજૂરી. ---> સ્થાનિક શિક્ષણ વિભાગ દ્વારા શહેર અને જિલ્લાની ગ્રાન્ટેડ હાઈસ્કૂલના ધો-૯ થી ધો-૧૨માં વર્ગ વધારા સંદર્ભે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી હતી,શાળાઓ પાસેથી આવેલી વર્ગ વધારાની ૨૭ દરખાસ્તની સ્થાનિક શિક્ષણ વિભાગ દ્વારા તપાસની કાર્યવાહી પૂર્ણ કરીને વર્ગ વધારાની આ દરખાસ્તોને મંજૂરી અર્થે સ્કૂલ ઓફ કમિશનરની કચેરીને મોકલવામાં આવી હતી.આખરે સ્કૂલ ઓફ કમિશનરની કચેરીએ ૧૭ વર્ગ વધારાને મંજૂરીની મહોર મારી છેે. આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સૂત્રો પાસેથી સાંપડતી માહિતી અનુસાર, ઉચ્ચ શિક્ષણ વિભાગનાં પરિપત્ર મુજબ ડીઈઓ ઓફિસ દ્વારા માધ્યમિક શાળાઓમાં ધો-૯,ધો-૧૦ તેમજ ધો-૧૧ અને ધો-૧૨માં વર્ગવધારાની દરખાસ્ત સંદર્ભે અરજીઓ મંગાવવામાં આવી હતી.જેના ભાગરૃપે માધ્યમિક વિભાગમાં ધો-૯,ધો-૧૦ તેમજ ધો-૧૧ અને ધો-૧૨માં વર્ગવધારા અંગેની અરજીઓ ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા ડીઈઓ ઓફિસને મોકલવામા આવી હતી.ડીઈઓ ઓફિસને મોકલવામાં આવેલી અરજીઓના આધારે શિક્ષણ નિરીક્ષકોએ પોતાના બીટની ગ્રાન્ટેડ શાળાઓમાં જઈને ખરેખર વર્ગવધારાની જરૃરિયાત છે કે નહિ..?જો વર્ગ વધારો ન કરવામાં આવે તો કેવી મુશ્કેલી પડી શકે..?તે સહિતની વિવિધ બાબતો તપાસી આ કામગીરીનો અભિપ્રાય જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસને સુપરત કરવામા આવ્યો હતો.આસિસ્ટન્ટ એજ્યુકેશન ઈન્સ્પેક્ટર્સ દ્વારા ડીઈઓ ઓફિસને સુપરત કરવામાં આવેલા અભિપ્રાયના આધારે ડીઈઓ ઓફિસ દ્વારા માધ્યમિક શાળાઓ અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમા માં ધો-૯, ધો-૧૦, ધો-૧૧ અને ધો-૧૨માં વર્ગવધારા અંગેની દરખાસ્તોને જૂલાઈ મહિનામાં સ્કૂલ ઓફ કમિશનરને મોકલવામાં આવી હતી. આખરે સ્કૂલ ઓફ કમિશનરની કચેરીએ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં કુલ ૧૭ વર્ગવધારાને મંજૂરીની મહોર મારવામાં આવી હતી.તેમ સૂત્રોએ જણાવ્યુ હતું.